Thursday 24 November 2011

સંબંધ અને મનુષ્યમાં આ તે કેવી સમાનતા !

જીવમાં પ્રાણ પૂરે છે છતાં સજીવ નથી...
સાથે રહે છે છતાં સંબંધ નથી...
વિખુટા પડે છે છતાં શત્રુ નથી...
ખુદ નિર્ણય કરે છે છતાં સ્વતંત્ર નથી...
હા... આ છે સંબંધ... સંબંધ અને મનુષ્ય એકબીજાની સમાંતર છે... મનુષ્યની જેમ સંબંધ પણ સજીવ લાગે છે...
સંબંધ એક લાગણી છે. આપણાં  જીવનમાં  પ્રાણ પૂરે છે છતાં તે સજીવ નથી, પરંતુ જયારે વ્યક્તિઓ વચ્ચે  સંબંધ ના રહે ત્યારે જીવન પ્રાણ વિનાનું લાગે છે. વ્યક્તિ ભેગા થાય અને સમાજ બને છે  પછી સંબંધો વિકસે છે પરંતુ એ સમૂહ નહિ પણ સંબંધમાં બંધાયેલો સમાજ કહેવાય છે. એક સંયુક્ત કુટુંબ સંબંધોના તાંતણે બંધાય સાથે રહે છે...એટલે તેને સમૂહ ન કહેતા સંબંધ જ કહી શકાય.
વળી, પ્રેમસંબંધ  હોય કે અન્ય કોઈ લાગણીભીના સંબંધ...પણ એક બીજાના વિચારોમાં  વિવિધતા  જોવા  મળે  છે. મતભેદ અને મનભેદ થઇ સંબંધો તૂટે પણ છે...એક બીજા છુટા પડે છે. છતાં સંબંધ કોઈ શત્રુ નથી.  પોતાના સ્વતંત્ર નિર્ણયો સાથે વિચારોની આપ લે કરી સંબંધ બંધાય છે છતાં એક તાંતણે બંધાઈ લાગણી વહાવીએ છીએ..અને એક બીજા પર નિર્ભર થતા સ્વતંત્ર રહી શકતા નથી. એક બીજાના થઇ સંબંધ જીવંત રહે છે.
મનુષ્ય જીવનના ત્રણેય કાળ... બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા... તો સંબંધોના ત્રણ ચરણો અસ્તિત્વ, સાતત્ય અને વિચ્છેદ...
બાળકના જન્મ સાથે જ દરેક સંબંધો અસ્તિત્વમાં આવે છે.  યુવાવસ્થામાં પ્રવેશ થાય  તેમ સમય જતા સંબંધોમાં  સાતત્યતા જળવાય છે. અને વૃદ્ધાવસ્થામાં  મૃત્યુનો  ઘંટનાદ સંભળાય છે. તેમ સંબંધો પણ મૃત્યુ પામે છે એટલે કે તેમનો  પણ નાશ થતો જાય છે.. વિસરાતા જાય છે... જીવનમાં આકસ્મિક રીતે મૃત્યુ સર્જાય તેમ ઘણા સંબંધો ટૂંકાગાળાના બની જઈ વિચ્છેદમાં પ્રવર્તે છે.
દરેક સંબંધો  એકસરખા કે આજીવન રહેતા નથી.. આપણી બાલ્યાવસ્થામાં સાથે રમતા અને ભણતા સહપાઠી મિત્રો અને જ્ઞાન આપતા  બધા  શિક્ષકોમાં અમુક સાથે જ સંબંધોનું અસ્તિત્વ જીવંત રહે છે.. યુવાવસ્થામાં સાથ આપતા મિત્રો કે પ્રેમસંબંધોનું  તો કદાચ અસ્તિત્વ જ નાશ પામે છે અને વૃદ્ધાવસ્થામાં કોઈ મૃત્યુ પામેલ કે  વિખુટા પડેલ સંબંધનું સ્મરણ થઇ જાય છે.
 સંબંધ ભલે હોય એક લાગણીનો સ્પર્શ...
રહે છે સદા તેનાથી હર્ષ...

Monday 31 October 2011

લાગે છે જીવન જીવવાનો ડર....

જીવન એક અમૂલ્ય ભેટ છે, પરંતુ આ ભેટ જયારે અભિશાપ લાગવા માંડે ત્યારે ? આજે જીવન અતિશય ઝડપી અને યાંત્રિક થઇ ગયું છે. બસ, યંત્રની જેમ દરરોજ રાત્રે ઊંઘ કરી ચાર્જ થઇ જવાનું અને ફરી પાછા દિવસ દરમિયાન એ જ ઝડપે કામે લાગી જવાનું. દિવસ દરમિયાન જીવન જીવવાનો લાગતો આ ડર કેવો વિચિત્ર અનુભવ છે! હા, રસ્તા પર ચાલીયે કે વાહન ચલાવતા અકસ્માતનો ડર, બહારગામ મુસાફરી કે અન્ય શહેરોમાં રહેવામાં બોમ-બ્લાસ્ટનો ડર . અરે..! ક્યારેક તો સ્વયંને સચોટ સાબિત કરવા માટે લાગતો ડર, તો ક્યાંક પતિ-પત્નીને લગ્નજીવનનો ડર, માતા-પિતાને સંતાનના ઉજવળ ભવિષ્યનો ડર. બહારના ખાન-પાનમાં બીમારીનો ડર.. બસ, આ બધામાંથી સ્વયંને પાન સ્વયંથી લાગતો ડર... લાગે છે જીવન જીવવાનો ડર......

આજે જીવન  કોઈ જગ્યાએ જીવંત અને સલામતી ભર્યું  રહ્યું નથી. આપના જીવનમાં દરેક બાબતે "ડર" એટલો સાહજિક થઇ ગયો છે કે ડગલે ને પગલે આપને અસંખ્ય દરથી ઘેરાય ગયા છીએ અને આ ડરના કારણે જ આપની માનસિકતા ખતમ થવા લાગી છે. વિનાકારણ ગુસ્સો, કંટાળો, નિરાશા, ઉદ્વેગ આ બધું જ ઘેરવા લાવે છે. આજે સુખ અને સંતીથી કોઈ ડર રાખ્યા વગર જીવન જીવનાર કોઈ વ્યક્તિ રહ્યું નથી.  જીવનને એક અમૂલ્ય ભેટ માનનાર કોઈ વ્યક્તિ, સમાજ કે વિશ્વ આ દરથી બાકાત નથી. દરેકને સતાવે છે જીવન જીવવાનો ડર...

ભવિષ્યની ચિંતાઓ, વર્તમાનનું વલણ અને ભૂતકાળના ભયસ્થાનો દરેકના જીવનમાં વહેતા રહે છે. આપને ભલે આધ્યાત્મિકતાની વાતો કરીએ પાન તે માત્ર થોડા સમય પુરતું જ રહે છે... પરંતુ ફરી પાછા એ જ યંત્રવત જીવન જીવવા લાગીએ છીએ. આપને પાન જાણીએ છીએ કે વ્યવહારિક જીવનમાં આધ્યાત્મિકતા વિચારમાત્ર રહી જાય છે. શું આપને બોમ્બ  વિસ્ફોટ વખતે કે કોઈ અકસ્માત વખતે આધ્યાત્મિક વિચારો કરી શકીશું? નહિ ને ! એ શક્ય જ નથી લાગતું..

સુખ અને શાંતિ કોને ગમતી ના હોય ?  પરંતુ ઘટના કે સંજોગ જ એવા બની જાય, તો જીવનમાં યંતા બની જ જવું પડે છે. શું નોકરીમાં ઉપરી અધિકારીને કોઈ વ્યક્તિ  આધ્યાત્મિકતાના વિચારો વર્ણવી નોકરી બચાવી શકશે ? કે પછી ફિલ્મોની માફક આકર્ષક સંવાદો બોલી પતિ-પત્ની પોતાનું લગ્નજીવન બચાવી શકશે? જયારે જીવનમાં કોઈ ડર રહેતો નથી અને કોઈ ઈચ્છા જ રહેતી નથી ત્યારે કદાચ આવી વાતો અને વિચારો સહજ લાગે.. પરંતુ કદાચ આપણા માટે આ વાત શક્ય નથી. આ બધા ડરમાં પણ જીવન જીવવાની અલગ મજા છે. કડાહ જીવનમાં લાગતો આ ડર એક ભાગ સ્વરૂપ હોય શકે. બરોબર ને ! ભલે હસતા કે રડતા આ ડરને જીરવવો જ પડે છે અને આ તો જીવનનો એક ભાગ છે. તેમ છતાં આપણી ઈચ્છાઓ એટલી બધી પ્રબળ થઈ જાય છે કે ક્યારેક આપણને પણ સમજાતું નથી કે આપણે ખરેખર શું મેળવવું છે અને આજ ઈચ્છાઓ - અપેક્ષાઓ  આપણે ડરની વધુ નજીક લઇ જાય છે.

તો પછી આપણે  જીવનમાં શા માટે આટલા બધા ડરથી ડરીએ છીએ. ડરથી ડરવાથી સમસ્યાનો ઉકેલ મળી શકતો નથી કે જીવન સરળ પણ બની જતું નથી. પરંતુ  ડરને જીવનનો એક ભાગ માની એ બનાવ કે ઘટનાને કાળક્રમે ભૂલી  જવો  જ હિતાવહ  છે. ડરનો હિંમતભેર સામનો કરવાનો છે. દરેક દિવસો એકસરખા રહેવાના નથી ક્યારેક ડરનું વાતાવરણ હશે તો ક્યારેક સુખમય દિવસો... તો પછી જીવન જીવવાનો ડર શાનો...?



Wednesday 26 October 2011

दीपावली की शुभकामनाए

दियो से प्रगटे मनमे सच्चाई,  कि आई शुभ दीपावली....
ख़ुशी बाटिये जैसे मिठाई,  कि आई शुभ दीपावली....

मनभर रंगों से रंगोली है सजाई, कि आई शुभ दीपावली....
हरतरफ रौशनी है जगमगाई, कि आई शुभ दीपावली....

दिलो में आस्था और भक्ति है समाई,
सबको शुभकामनाए और बधाई, कि आई शुभ दीपावली....


દિવાળીની શુભકામનાઓ...

દિપ પ્રગટાવી અંતરમાં કરીએ ઉજાસ,
રંગોળીના રંગો રૂપી લાગણીઓ કરે નિવાસ..

તોરણો બાંધીએ જીવનમાં લાવીએ સુવાસ,
રોશની ઝગ્માંગાવીએ ફેલાવીએ  પ્રકાશ...

મીઠાઈ આરોગીએ  વાણીમાં લાવીએ મીઠાશ,
શુભકામનાઓ પાઠવીએ દુર કરીએ કડવાશ...

ધનતેરસમાં ધન વધે  સરેરાશ,
કાળીચૌદસે  દુર  થાય  કંકાશ...

દિવાળીએ  પૂજનમાં ના રહે કોઈ અવકાશ,
નૂતન વર્ષે સંકલ્પ કરીએ કઈ ખાસ...

ભાઈબીજ ભાઈ-બહેનના સ્નેહનો છે શ્વાસ,
પાંચ દિવસ ઉત્સવમાં કરીએ આનદ અને ઉલ્લાસ..

Monday 24 October 2011

મિત્રતા

જુદા થવા છતાં વિખુટા ના પડ્યા,
મિત્રતા નિભાવી સદા સાથે રહ્યા.

વીતેલા સંસ્મરણો ભલે યાદ ના કર્યા,
પ્રત્યયાનથી એકબીજાના દુઃખોમાં વહ્યા.

 સંજોગોથી ભલે અમે ભેગા ના થયા,
 પણ દિલથી એક્બીજાને દૂર ના કર્યા.

 ઘણા સંબંધો સમયાંતરે  તૂટી ગયા,
 માત્ર  મૈત્રી સંબંધો  અકબંધ રહ્યા...

સ્વયંને ઓળખીએ !

ભલે એક બીજાને ગમતા રહીએ,
ક્યારેક સ્વયંને પણ ગમીએ.

ભાર દુનિયાનો લઈ શું કરીએ?
જયારે સ્વયંથી તૃપ્ત થઈએ.

દાવ દલીલોના શું રમીએ?
પહેલા સ્વયં તો નમીએ.

ગીત બીજાના શું ગાઈએ?
વિચારો સ્વયંના તો રાખીએ.

સમાજમાં પરિવર્તન શું ઝંખીએ?
પરંપરાઓથી સ્વયંને તો ના ડંખીએ.

લક્ષ્ય જીવનના શું માપીએ?
સફળતાનો શ્રેય સ્વયંને તો આપીએ.

Saturday 22 October 2011

રિવાજ - તારણ કે કારણનું વિજ્ઞાન... કે પછી રિવાજના નામે સમાજને દેખાડો ...?



લગ્ન  હોય કે મૃત્યુ મનુષ્ય માટે દરેક પાસા  સામાન્ય કરતા કંઈક વિશેષ છે...
જો વિજ્ઞાનની રીતે જોઈએ તો દરેક રિવાજ પાછળ કોઈ ને કોઈ તારણ અને કારણ જવાબદાર છે..
એમાં જન્મ, લગ્ન અને મૃત્યુ આ ત્રણ વધુ મહત્વના બની જાય છે... આપણા વડીલો અને સમાજ રિવાજ છે એમ કહી અને બધી જ વિધિઓ કરાવે  છે.. પણ તેની પાછળ કંઈક તો લોગિક હોવું જોઈએ ખરું ને.. !

ગર્ભાવસ્થા દરમિયાન સીમંતનો પ્રસંગ  થાય છે.. હું માનું છુ ત્યાં સુધી કદાચ આવનાર બાળકના જન્મ પહેલાનો ઉત્સવ કે જેનાથી આવનાર બાળક માતાના ગર્ભમાં જ ખુશીઓ અને આનંદનો અભાસ કરી શકે..આપણે જેને રાખડી અને રક્ષા કહીએ છીએ કદાચ એનો હેતુ માતા અને બાળકની રક્ષા એટલે કે અમુક ખાસ ધાતુથી બનેલી હોવાથી શક્તિ અને શાંતિ પ્રદાન કરતુ હશે..

લગ્નમાં સૌથી દર્દનાક અને લાગણી સભર રિવાજ "કન્યાદાન" ...સમાજ કહે છે કે કન્યાદાન સૌથી મહાદાન છે... હવે કારણ અને તારણ.. વિચારી જુઓ.. ૨૦ વર્ષ માટે નાણાં  પુંજી ભેગી કરી હોય અને એકએક કોઈ અજાણ્યા વ્યક્તિને સોપવી પડે તો શું થાય..? તો પછી આ તો કાળજાનો કટકો છે.. ૨૦ વર્ષ જેનો છોડની જેમ ઉછેર કર્યો.. સિંચન કર્યું.. અને હૃદયમાં વસવાટ કર્યો.. બસ  એક જ ઝાટકે કોઈ અજાણ્યા વ્યક્તિને સોપી દેતા કયા માં-બાપનો જીવ ચાલે..? તેમ છતાં આમ કરવાનું છે.. એટલે કદાચ કન્યાદાન એ મહાદાન છે.. પણ આપને રિવાજ છે અને કહેવાય છે..એમ માની અને મૂંગા મોઢે રીવાજો નિભાવ્યા કરીએ છીએ.. એવું પણ નથી કે બધા પાછળ તારણો અને કારણો શોધવા પડે.. આતો રિવાજના નામે ઠોકી બેસાડતી  ફરજીયાત વિધિઓ અને વ્યવહ્રોનું વિશ્લેષણ કરવું તેટલું જ જરૂરી બની જાય છે..

જીવનનો અંતિમ સમય મૃત્યુ... મૃત્યુ સમયે સ્વજનોને જાણ કરવામાં આવે છે..ઘરના સભ્યો, કુટુંબીઓ, સ્વજનો  એકઠા થાય છે... દુઃખ હળવું કરવા.. ઘરના સભ્યોને સાત્વના આપવા.. પણ હવે આ રિવાજ દેખાવ બની ગયો છે... ઈચ્છા હોય કે ના હોય સમાજને દેખાડવા માટે જવું પડે... રિવાજ છે.. ખરાબ લાગે... આપણી પાછળ કોણ આવશે.. એવા વાક્યો સંભાળવા મળે..

હવે વિજ્ઞાનથી  અલગ દેખાવની વાત.. આજે દરેક પ્રસંગો દેખાવ માત્ર  બની ગયા છે..
પહેલા તો લગ્નમાં જ મંડપો બંધાતા, કેટરર્સ રાખતા અને સંગીત કાર્યક્રમો થતા.. પણ હવે તો મૃત્યુ પાછળ પણ આ બધું થાય છે... લગ્ન હોય કે મૃત્યુ બધું સમાન બની ગયું છે... કારણ કે  સમાજમાં રિવાજના નામે દેખાડો કરવો છે.. facilityના નામે, આધુનિકતા નામે  દેખાડા શરૂ કરી સાચું મૂલ્ય ભૂલી બેઠા છે. લગ્નની જેમ મૃત્યુ માં પણ હવે વેશભૂષા  જોવા મળે છે. કોઈના મૃત્યુ પાછળ  લોકો મંત્રોચારના બદલે  ભજનો અને ગીતો સાંભળતા થયા છે.. અને લગ્નમાં  બસ ફોટો અને વીડિઓ પાછળ કોઈક વાર  ફેરા પણ રી-સુટ થાય છે..  તો પછી સપ્તપદી સંભાળવાની  કે સમજવાની વાત જ ક્યાં આવે..?

બીજી વાત એ પણ છે કે વધુ કરશો તો લોકો વેદિયા કહેશે અને ઓછું  કરશો તો લોકો આધુનિક કહેશે...
લગ્નમાં વધુ ઝાકઝમાળ અને વ્યવસ્થા હશે તો લોકો વખાણ ની સાથે વેદિયા  અને પુરાતનકાળના કહી હાસી ઉડાવશે.. અને સદી  એટલે કે આર્યસમાજની જેમ  લગ્ન થશે તો લોકો ગરીબ કે વધુ પડતા ફોરવર્ડ કહેશે...તેવું જ મૃત્યુ ના પ્રસંગમાં જોઈ લો... વર્ષે વરસી કરશે એટલે વેદિયા.. અને  મહિના દિવસ માં વરસી એટલે ફોરવર્ડ... તેમાં પણ કોઈનો સારો પ્રસંગ આવતો હોય તો flexible  decision ..
વાહ આવા રિવાજ.. અને વાહ આવો સમાજ...

અત્યારનો સમાજ પહેલાની અવેજીમાં  આટલો સાક્ષર, સભ્ય અને માહિતીપ્રદ બન્યો છે પણ એનો શું મતલબ... રિવાજના નામે દેખાડો કરવાનો..?  ખરેખર, આજના  સંબંધો અને પ્રસંગો માત્ર formality  બની ગયા છે... કોઈના જન્મ સમયે ખુશી અને મૃત્યુ સમયે દુઃખ પ્રગટ કરવું હવે મુશેલ બનતું જાય છે..
રીવાજ.......તેની પાછળનું વિજ્ઞાન(કારણ અને તારણ)....અને રિવાજ ના નામે દેખાવ..... કેટલું યોગ્ય...?

Saturday 1 October 2011

માનસિક સ્વસ્થતા

       આપણે હમેશા આપણા સ્વાસ્થ્યને શરીર સાથે સરખાવીએ  છીએ. શરીર રોગમુક્ત  એટલે તંદુરસ્તી અને તેમાં પણ મેદ્સ્વીતાનો  સમાવેશ દુર્વ્યયી છે. પરંતુ આ માન્યતામાંથી બહાર આવવું તેટલું જ જરૂરી છે… કહેવાય છે ને “પહેલું સુખ તે  જાતે નર્યા”.. માત્ર શારીરિક   સ્વાસ્થ્ય નહિ પણ માનસિક સ્વાસ્થ્યની પૂર્ણતા પણ જરૂરી છે..
        
        શારીરિક રોગો થવાનું મૂળ પણ માનસિક અસ્વસ્થતા માંથી જન્મે છે.. આપણે હમેશા શારીરિક રોગોના કારણોમાં અનુક્રમે ખોરાક, બેઠાડું જીવન,  રહેણી કહેણી આ બધાને આધારભૂત ગણાવીએ છીએ પરંતુ માનસિક રીતે અસ્વસ્થ એટલે કે ઉચાટ મન, ચિંતા, ક્રોધ, ભય, દુઃખ આ બધા પર્બલોને કરને પણ શારીરિક સ્વાસ્થ્ય ખોરવાય છે.  શારીરિક રોગોનું ત્રણ અને કારણ અમુક ટેસ્ટ કરાવવાથી કદાચ જણાય પણ આવે, પરંતુ માનસિક અસ્વસ્થતા કે તેના લીધે થતા શારીરિક રોગ નું કારણ કોઈ ટેસ્ટ થી પારખી  શકાતું  નથી..

          હવે  વાત કરીએ માનસિક સ્વાસ્થ્ય વિશે… માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે યોગ, ધ્યાન,  કસરત, સંગીત સાંભળવું કે પછી મનગમતી કોઈ પ્રવૃત્તિ વગેરે  માં રસ કેળવવો આ બધા સ્ત્રોત કહી શકાય.. જેમ શરીરને નિરોગી રાખવા માટે મળશુદ્ધિ, સ્નાન વગેરે જરૂરી છે.. તેમ મનને શુદ્ધ એટલે કે  નિરોગી  રાખવા માટે મનગમતી પ્રવૃતિઓમાં રસ કેળવવો જરૂરી છે.. મનગમતી પ્રવૃતિઓમાં ગાર્ડનીંગ, વોકિંગ, રીડીંગ વગેરે શોખ કેળવવા જોઈએ.
       
        માનસિક અસ્વસ્થતા એ કોઈ રોગ નથી… આપણે અહી વાત કરીએ છીએ શારીરિક રોગ થવાના મૂળ કારણ અને પૂર્ણ સ્વસ્થતાની… માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ દરેક વાત કે વ્યવહારને સાહજિક રીતે લે છે..દરેક પ્રકારે  હકારાત્મક વિચારશરણી અને  શાંત તેમજ આનંદિત-પ્રફુલ્લિત સ્વભાવ માનસિક સ્વસ્થતાની નિશાની છે.
    
        માનસિક અસ્વસ્થતા થવાના ઘણા કારણો છે.. નોકરીમાં રહેતું ટેન્શન, કૌટુંબિક તણાવ, સામાજિક ઘર્ષણ…પણ  આ બધું તો આજીવન રહેવાનું જ છે. આપણે જીવનના આ વ્યવહારોમાંથી નીકળી શકવાના નથી. બસ, આ માટે જ આવા  પરિબળોથી થતી માનસિક અસ્વસ્થતા દુર કરવા માટે થોડો સમય સ્વયંનું અવલોકન  કરવું  જોઈએ અને મનગમતી પ્રવૃત્તિ માં પણ થોડો સમય પસાર કરવો જોઈએ. આપણને જીવનમાં ઘણી જાતના ડર છે… તેમાંથી બહાર આવવા  આધ્યામિકતાના માર્ગ તરફ વળવું આવશ્યક  છે.
  
         આ માનસિક અને શરીરક સ્વાસ્થ્યને જાણવું અને જાળવવું જરૂરી છે.. બંને  માટે આપણે  સ્વયં સાથે તાલમેલ બેસાડવો અને ચિંતન કરવું જોઇએ.

Thursday 15 September 2011

વિશ્વ પ્રજ્ઞાચક્ષુ દિવસ

વિશ્વ  પ્રજ્ઞાચક્ષુ દિવસે મને સ્ટુડીયોમાં એક કાર્યક્રમમાં જોડાવાની તક મળી.  એમ કહું કે પ્રજ્ઞાચક્ષુઓના જીવનને જાણવાની  તક મળી.  તેમની  વાતો અને વિચારો સાંભળી  ચોક્કસ પ્રભાવિત થઈ જવાય..  આજે થયું કે કુદરતે જે  કઈ પણ આપ્યું છે તેની કદાચ આપણને કોઈ ગણના  નથી.. કહેવાય  છે ને અન્યોના દુઃખ જોઈને આપણા  દુઃખ થોડા  હળવા લાગે.. પણ પ્રજ્ઞાચક્ષુ  મિત્રો સાથે  વાત કરતા જણાય  કે તેમને કુદરત સાથે કોઈ વાંધો નથી... એ  તો એમણે  સ્વીકારી લીધું  છે.. પણ કુટુંબ અને સમાજમાં  થતી તેમની  અવગણનાથી તે દુઃખી  છે અને કદાચ નિરાશ  પણ... ત્યારે મનમાં થયું કે ગરીબ અને અનાથ લોકોએ  તો કુદરતનો આભાર માનવો જોઈએ  કે સ્વયંના સર્જનમાં તો કોઈ ત્રુટી નથી રહી.. માત્ર જરૂરિયાત માટે જ તો જીવનમાં પ્રયત્નો કરવાના કે લડવાનું છે.. પરંતુ વિકલાંગોને તો જીવન જીવવામાં પણ પહેલા સંઘર્ષ કરવો  પડે છે.. પહેલા તો સ્વયંથી અને પછી  કુટુંબ કે સમાજ અને બાદ માં સમસ્યાઓથી..

મને  એક વાત  ખુબ ગમી કે તેઓ આગળ આવવા કેટલા પ્રયત્નો કરી રહ્યા છે.. પોતાનામાં રહેલી ત્રુટીના રોદણાં રોવા કરતા તેઓમાં આત્મવિશ્વાસ અને જુસ્સો જોવા મળ્યો.. કઈ પ્રકારની યોજનાથી કેવો લાભ વધુમાં વધુ તેઓ ઉઠાવી શકે અને દુનિયામાં પોતાની જાતને શ્રેષ્ઠ સાબિત કરી શકે તેની તીવ્ર ઈચ્છા જણાઈ .

મારી સાથે એક પ્રજ્ઞાચક્ષુ  બહેન પણ  હતા... તેમની સાથે કલાક ગાળી અને એક સંવેદનાનો અનુભવ કર્યો.. એક વખત જાતે પ્રયત્ન પણ કર્યો કે પાંચ મિનીટ આંખ બંધ રાખીને દુનિયાને નિહાળવી કેટલી અઘરી છે.. પણ થોડા સમય પછી એમ પણ થયું કે આપણે ક્યારેક ના જોવાનું પણ જોઈ લઈએ છીએ... આપણી દ્રષ્ટિ આપણો દ્રષ્ટિકોણ નથી બની રહેતા .. પણ તેઓમાં દ્રષ્ટિ ના હોવા છતાં દિવ્ય અને દીર્ઘ દ્રષ્ટિ સાથે દ્રષ્ટિકોણ  સ્પષ્ટ છે..

खुदा कहेता है इंसानों को ...

धरती बाटी - मुल्क बाटा,
मत बाटो इंसानों  को
ये जात -पात कहा  से आया,
खुदा कहेता है इंसानों को ...

मैंने दिल और धड़कन बनाया..
और तुमने मंदिर - मस्जिद बनाया..
मुझे दिलो से निकला  और वहा पे बिठाया..
खुदा कहेता है इंसानों को ...

दिलो में प्यार बनाया...
खुशिओ से भरा जीवन बनाया...
लेकिन बुरी  आदते या चीज़ नहीं सिखाई..
खुदा कहेता है इंसानों को ...

अफ़सोस नहीं हैरानी है
इंसानों को इतना क्यों समजदार बनाया..
मुझे सुक्रिया तो दूर कोसते है जीवनभर
खुदा कहेता है इंसानों को ...

Friday 5 August 2011

સંજોગ


જીવનમાં જે બધું  સર્જાય છે,
સંજોગ બની જાય છે.

નિર્દોષ સમય કસોટી કરી જાય છે,
અને સંજોગ બની જાય છે.

સમજણના અભાવે સંબંધો તૂટી જાય છે,
અને સંજોગ બની જાય છે.

 પ્રેમીઓ એકમેકના થઇ છુટ્ટા પડી જાય છે,
 અને સંજોગ બની જાય છે.

 મોટા થઇ સંતાન બધા વિખુટા પડી જાય છે,
 અને સંજોગ બની જાય છે.

 અણધાર્યા બનાવો પ્રશ્ન કરી જાય છે ,
 સંજોગ બની જાય છે.